DANGGUJARAT

Dang: વઘઈનાં બાજ ગામ ખાતે કાર ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત,એકનું મોત,એકને ઈજા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ સાપુતારા રોડ પર ઇકો ગાડીનાં ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યુ હતુ.તેમજ એક મહિલાને ઈજા પહોંચી હતી.વઘઇ તાલુકાના બાજ ગામ ખાતેથી પસાર થતા રોડ ઉપરથી કિરણ રાજુ તાગડકર (રહે. ઘેલખડી,નવસારી તા.જી.નવસારી ) પોતાના કબજાની મોટર રજી. નં.GJ -21-DC-2514 પર સવાર થઈને જઈ રહ્યા હતા. તે વેળાએ ઇકો ગાડી રજી. નં.GJ -21-CB-8884 ના ચાલકે પોતાના કબજાની ગાડી રોંગ સાઈડમાં પૂર ઝડપે હંકારી લાવતા મોટરસાયકલને ટક્કર મારી દીધી હતી.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક કિરણ તાગડકરને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યુ હતુ. તેમજ મોટરસાયકલ પર પાછળ બેસનાર શારદાબેન ને શરીરે ઇજાઓ પહોંચી હતી.હાલમાં વઘઈ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી  આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button