GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર કુકરવાડા આનંદપુરા રોડ તરફથી આવતા બાઇક સાથે વિદેશી દારૂ ઝડપાયું

વિજાપુર કુકરવાડા આનંદપુરા રોડ તરફથી આવતા બાઇક સાથે વિદેશી દારૂ ઝડપાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસઈ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા કુકરવાડા ગામ નજીક આનંદપુરા ડાકલી દરવાજા પાસે થી પોલીસે વિદેશી દારૂની 60 જેટલી બોટલ સાથે આવી રહેલા બાઇક ચાલક ને રોકતા જવાબ આપે તે પહેલાં દારૂની કોથળી ને બાઇક મૂકી ને ફરાર થયેલ બે યુવકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની મળતી વિગતો મુજબ સ્થાનીક પોલીસ જીલ્લા પોલીસ અધિક્ષક ની દારૂ જુગાર ચોરીના બનાવો અટકાવવા માટે મળેલી સૂચના મુજબ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે કુકરવાડા ના આનંદપુરા ગામ તરફથી બે યુવકો બાઇક લઈને કુકરવાડા તરફ આવી રહ્યા છે મળેલી બાતમી ની ખરાઈ કરતા આનંદપુરા રોડ ઉપર ચેકીંગ કરતા બાઇક રોકી ચાલક અને તેના મિત્ર ની પૂછપરછ કરે તે પહેલાં બાઇક ને વિદેશી દારૂની બોટલ ની કોથળી મૂકી ને ફરાર થઇ જતા પોલીસે બાઇક તેમજ વિદેશી દારૂ સહિત રૂપિયા 37720 નો મુદ્દામાલ જપ્ત કરી બંને ફરાર આરોપી ને ઝડપી પાડવા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button