
તા.૧૮/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: જી.એસ.એફ.સી એગ્રોટેક લી સાથે વર્ષોથી જોડાયેલા ખેડૂતો તેમજ વધારેમાં વધારે ખેડૂતો જી.એસ.એફ.સી એગ્રોટેક લી સાથે જોડાઈને કૃષિ અંગેની તેમજ જી.એસ.એફ.સી એગ્રોટેક લી ની વિવિધ પ્રોડક્ટ,સુવિધાઓ અને કાર્યો વિશે ઘરે બેઠા માહિતી મેળવી શકે તે માટે જી.એસ.એફ.સી એગ્રોટેક લી. ગોંડલના ડેપોટ મેનેજર શ્રી ભાવેશભાઈ સોલંકી દ્વારા અગાઉના વોટ્સએપ ગૃપને તો વધુ સુદ્રઢ બનાવવા આવ્યું જ છે પરંતુ સાથે સાથે ફેસબુક દ્વારા પણ ખેડૂતો ઘરે બેઠા માહિતી મેળવી શકે તે માટે Gsfc Agrotech Gondal (સરદાર ફર્ટીલાઈઝર) નામનું ફેસબુક આઇ.ડી ચાલુ કરવામાં આવ્યું છે જેનાથી હવે ફેસબુક અને વોટ્સએપ ગૃપ દ્વારા ખેડૂતો ગોંડલમાં નવા માર્કેટ યાર્ડની સામે આવેલ જી.એ.ટી.એલ કિસાન સુવિધા કેન્દ્ર(મો:૯૬૮૭૬૭૨૪૬૮) ખાતે ઉપલબ્ધ તેમજ આવનાર નવી પ્રોડક્ટની માહિતીની સાથે સાથે કૃષિને લગતી અન્ય માહિતી,સુવિધાઓ અને કાર્યો વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવશે.

વધુમાં જી.એસ.એફ.સી એગ્રોટેક લી.ગોંડલના ડેપોટ મેનેજર શ્રી ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ખેડૂતોને જી.એસ.એફ.સી એગ્રોટેક લી. ની વિવિધ પ્રોડક્ટની માહિતીની સાથે સાથે સરકારશ્રી દ્વારા વખતો વખત ખેડૂતો માટે જાહેર થતી વિવિધ યોજનાઓ પૈકી કીટ વિતરણ જેવી ઘણી યોજનાઓમાં એક માધ્યમ બનીને કાર્ય કરતી જી.એસ.એફ.સી એગ્રોટેક લી.ના કાર્યો(જમીન ચકાસણી,પાણી ચકાસણી,કૃષિ જીવન મેગેઝિન વગેરે)થી પણ ખેડૂતો માહિતગાર થાય તે માટેનો આ એક ડિજિટલ પ્રયાસ છે જેમાં વધુમાં વધુ ખેડૂતો ફેસબુક અને આપેલ મોબાઈલ નંબરમાં પોતાનું નામ અને ગામનો ઉલ્લેખ કરીને મેસેજ કરીને જોડાઈ તેવી અપીલ છે.








