
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના રાજપુર ગામે યુજીવિસીએલની બેદરકારી સામે આવી,બંધ ડીપીને લઈ ખેડુતોની હાલત કફોળી બની છે

એક તરફ હાલ શિયાળા ની કકડતી ઠંડી પડી રહી છે ત્યારે જગતના તાતે ખેતરમાં ઘઉં ચણા જેવા શિયાળુ પાકો ની ખેતી કરી છે ત્યારે ખેડૂતો એ ખેતી પાક માટે નિયમિત પાણી આપવું પડે છે પરંતુ મેઘરજ ના રાજપુર ગામે છેલ્લા ચાર માસથી યુજીવિસીએલ ની બેદરકારીને લઈ ખેડુતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ચાર માસ મા ચાર વાર યુજડીપી ઉડી જતા તંત્રને વારમવાર રજુ વાત કરવા છત્તા છેલ્લા એક અઠવાડિયા થી ડીપી બંધ હાલતમા જોવા મળી છે ત્યારે રજુઆત કરવા છતા તંત્ર ધ્વારા તપાસ કરી ને માત્ર ખેડુતોને કચેરી સુધીના ધંક્કા ખવડાવવામાં આવે છે ત્યારે યુજીવિજીએલ ધ્વારા ડીપી ને બદલવા માટે એક એક હજાર રૂપીયા માગ્યા ને પણ ખેડુતો એ આક્ષેપ કર્યા છે પરતુ હાલતો બંધ ડીપી ને લઈ ખેડુતો ની હાલત કફોળી બની છે ત્યારે ખેડુતોએ ન્યાય મળે તેવી માંગ કરી છે









