
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“કૃષિ પેદાશોની નિકાસ અને આયાતમાં સાહસિકતાની તકો” વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો તાલીમ કાર્યક્રમ આજે ૧૮ ડિસેમ્બરથી શુભારંભ કરવામાં આવશે.
નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) નવસારી ખાતે માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળતારીખ ૧૮ થી ૨૦ ડિસેમ્બર, 2023 દરમિયાન “કૃષિ પેદાશોની નિકાસ અને આયાતમાં ઉદ્યોગસાહસિકતાની તકો” વિષય પર રાષ્ટ્રીય કક્ષાના તાલીમ કાર્યક્રમનું આયોજન થઈ રહેલ છે. આ વિશેષ કાર્યક્રમમાં કૃષિ નિકાસ અને આયાત ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરતી ત્રણ દિવસની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, નવી દિલ્હીના નેજા હેઠળ, વિશ્વ બેન્ક દ્વારા અનુદાનિત રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પરિયોજના (NAHEP) ના સેન્ટર ફોર એડવાન્સડ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CAAST) ના પેટા-પ્રોજેક્ટ હેઠળ આયોજિત કરવામાં આવેલ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) ના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલના, તાલીમની અધ્યક્ષતા કરશે. જ્યારે, શ્રી અભિષેક નાથાણી, સી.ઈ.ઓ., વામા સ્કાયલાઈટ એલ.એલ.પી, દમણ, મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગે હાજરી આપશે. ઈન્ટરનેશનલ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ટ્રેનર; નિકાસકાર અને નિયામક, ઑ.ઇ. એસ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ગ્લોબલ બિઝનેસ કન્સલ્ટિંગ, અમદાવાદ, શ્રી પરેશ સોલંકી, વિશેષ અતિથિ તરીકે આ રાષ્ટ્રીય તાલીમમાં ઉપસ્થિત રેહશે. ડૉ. ટી. આર. અહલાવત સંશોધન નિયામક એન.એ.એચ.ઈ.પી. (NAHEP)- કાસ્ટ(CAAST) પ્રોજેક્ટના વડા માનનીય અતિથિ તરીકે આ કાર્યક્રમની શોભાવૃદ્ધિ કરશે. છ નિષ્ણાતો તાલીમમાં બાર વિશેષ વ્યાખ્યાનો આપશે, જ્યાં તેઓ આશરે ૩૦૦ થી વધુ સહભાગીઓને કૃષિ નિકાસમાં ઉદ્યોગસાહસિકતા અને રાષ્ટ્રીય સંપત્તિ નિર્માણ તેમજ ખેડૂતોના કલ્યાણમાં તેના યોગદાન પર ભાર મૂકશે. તેઓ આ ત્રણ દિવસીય રાષ્ટ્રીય તાલીમ દરમિયાન,કેવી રીતે ખેત પેદાશોની નિકાસ નવી નોકરીઓ, આવકની તકો અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું સર્જન કરશે તેમજ ખેડૂતો અને ગ્રામીણ સમુદાયોને લાભકરી નીવડશે તે વિશે પણ વાત કરશે.





