GUJARATJUNAGADHKESHOD

કેશોદના શખ્સને છરી સાથે સોશ્યલ મીડીયામાં ફોટો મુકવો ભારે પડ્યો

કેશોદના શખ્સને છરી સાથે સોશ્યલ મીડીયામાં ફોટો મુકવો ભારે પડ્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લામાં ગેરકાયદેસર પ્રવુતી કરતા ઇસમોને પકડી પાડવા રેન્જ આઈજીપી નિલેશ જાજડીયાની સુચના મુજબ પોલીસવડા હર્ષદ મહેતા દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને સુચના કરવામાં આવેલ હોય.
જે અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.બી.કોળીના માર્ગદશન હેઠળ પોલીસ સ્ટાફના પો.હેડ.કોન્સ કે.જે.ડાભી સહિત પો.કોન્સ અજયસિંહ ચુડાસમા તથા પો.કોન્સ વીનયસિંહ સીસોદીયા કેશોદ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન કેશોદ ઘોબી શેરી ભમ્મરીયા કુવા પાસે રહેતો આકીબ રજાકભાઇ મહીડાએ પોતાના સોસીયલ મીડિયાના એકાઉન્ટમાં છરી સાથેનો ફોટો મુકેલ હોય.
આમ હથિયાર સાથે રાખી સોસીયલ મીડિયા તથા જાહેરમાં સીન સપાટા કરેલ હોય, ત્યારે કેશોદ પોલીસે ઉપરોક્ત શખ્સને લીલા પીળા કલરની હાથાવાળી અણીદાર, ધારદાર ડીઝાઇન વાળી છરી સાથે પકડી પાડી આરોપી વીરૂધ્ધ કેશોદ પોલીસ સ્ટેશન જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો રજી. કરેલ.

[wptube id="1252022"]
Back to top button