GUJARAT

જંબુસર તાલુકાના સાંગડી ગામે મધ્યપ્રદેશના વિસ્થાપિત આદિવાસી લોકો ને સિંચાઈ માટે પાણી ન મળતા પાકને નુકસાન

સરદાર સરોવર ડેમ ડુબાણમાં જનાર આદિવાસી સાલેહ પૂર સાંગણી નવી વસાહત ખાતે વિસ્થાપિત કરવામાં આવેલા પરંતુ ખેતીના સિંચાઈના પાણી માટે
ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
સરદાર સરોવર ડેમ બનાવતા મધ્યપ્રદેશ ગામ કુકડીયા ના તાલુકા સૉઠવા જિલ્લા અલીરાજપુર વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના મકાનો ડુબાણમાં આવતા ગુજરાત સરકારે 27 વર્ષ પહેલા એક કુટુંબના આશરે 10 થી વધુ વ્યક્તિઓને જંબુસર તાલુકાના થાણવા ગામ પાસે સાલેહપુર સાંગડી વિસ્તારમાં નવીનગરી ખાતે સાત જતા મકાનમાં વિસ્થાપિત કરવામાં આવેલા અને તેમના જીવન નિર્વાહ માટે પાંચ – પાંચ એકર જમીન આપવામાં આવેલી હાલમાં 55 જેટલા મકાનો અને 550 જેટલી પસ્તી ધરાવતા આદિવાસી સમાજના ગામમા ખેતી અને પશુપાલન ઉપર તેમનું જીવન નિર્વાહ ચાલે છે
પરંતુ શરૂઆતથી જ ખેતીના પીયાત માટે પાણીની ગંભીર સમસ્યાઓ રહેલી છે કલિયારી થી માઇનોર એક અને માયનોર બે કેનાલ દ્વારા કીમોજ બે ફૂટના નાળા જેવાકેનાલ મારફતે પાણી આપવામાં આવે છે ચોમાસા પછી જે ખેતીના સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે જે મુખ્ય કેન્દ્ર માંથી માઇનોર કેનાલમાં પહોંચતા ઘણો સમય લાગે છે અને સાંગળી વિસ્તારમાં બારમા મહિનામાં જ પાણી પહોંચે છે જેથી તેમના કપાસ તુવેર કે બીજા અન્ય પાકો પિયત માટે પાણી ન મળતા નિષ્ફળ જાય છે આ બાબતે સ્થાનિકો નર્મદા નહેરના અધિકારને વારંવાર રજૂઆત કરવામાં આવે છે નહેરમાં ગાબડા પડવા છેલ્લા દસ વર્ષથી નહેરની સાફ-સફાઈ કરવામાં નથી આવતી પાણી લીકેજ કે ગાબડા પડ્યા હોય તે પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે તે છતાં પણ તેમના પશુઓ તેમજ ખેતીના ઉપયોગ માટે પાણી પુરતું મળી રહેતું નથી
આ બાબતે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીને પણ રજૂઆત કરવામાં આવી હતી એમને વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા ભારે રોષ ની લાગણી ફેલાય છે
આદિવાસી સમાજના લોકો તેમના ઘર બાર છોડી ને ગુજરાત રાજ્યમાં વિસ્થાપિત તરીકે આવ્યા અને રાજ્ય સરકારે તેમને સાંગડી નવી વસાત ખાતે વિસ્થાપિત કરાવ્યા તેમને કોઈપણ જાતની અગવડ ન પડે એ જવાબદારી રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓની હોય છે પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી આટલા વર્ષો પછી પણ તેમની દરેક સમસ્યા એમની તેમ છે તો ત્યાં સ્થાનિક આગેવાની માંગછે વહેલી તકે તેમની સમસ્યા નું નિરાકરણ આવે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button