જંબુસર માં શ્રીભગવદ ધર્મ પ્રચાર મંડળ ની સ્થાપના કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજની પ્રેરણાથી કરવામાં આવી હતી જે આજ પર્યંત કાર્યરત છે. મંડળ દ્વારા આજીવન સ્વર્ગસ્થ સભ્યોના માનમાં જ્ઞાનયજ્ઞ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ શ્રી ભગવદ ધર્મ પ્રચાર મંડળની પરંપરા મુજબ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન વડતાલ તાબા મંદિર પટાંગણમાં કરવામાં આવ્યું હતું.જેમા વ્યાસપીઠ પરથી કથાકાર પૂજ્ય જય સ્વામી ઓરી પોતાની સંગીતમય શૈલીમાં સુમધુર કંઠે શ્રીમદ ભાગવત નું રસપાન કરાવશે.આજરોજ કથાના પ્રારંભ પૂર્વે પોથીજીની શોભાયાત્રા નયનભાઈ પંચાલ સોની ચકલા નિવાસ્થાનેથી નીકળી ડીજે ના તાલે ભક્તિરસમાં જુમતા નગર ના લીલોતરી બજાર, ગણેશ ચોક થઈ કથા સ્થાને પહોંચી હતી. જ્યાં પોથીજીનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે મંડળ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પંચાલ,માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા,ડોક્ટર દીપકભાઈ રાઠોડ ,અશોકભાઈ ચોકસી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરાયો હતો. કથા દરમિયાન શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ,ગોવર્ધન પૂજા ,તથા રુક્ષ્મણી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.કથા પ્રારંભ,પોથીયાત્રામાં જંબુસર નગર ના ધર્મપ્રેમી નગરજનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





