
વિજાપુર મહાદેવપુરા( ગ) આવેલ પ્રાથમિક શાળા ના શિક્ષક અને શિક્ષિકા નો વિદાય સભારંભ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મહાદેવપુરા( ગ) ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ ચંદુભાઈ કરશન ભાઈ તેમજ શિક્ષિકા બેન પટેલ તારાબેન જેઠાભાઈ એ શાળામાં આપેલી સેવાઓને તેમજ ગામની શાળા શ્રીમતી કે સી પટેલ માવા વાળા પ્રાથમિક શાળા નો વિકાસ માં મોરપીંછ ઉમેરનાર શાળા ના બંને શિક્ષક અને શિક્ષિકા નો વિદાય તેમજ સન્માન સભારંભ યોજાયો હતો આ પ્રસંગે ડો રાજુભાઇ ચતુરભાઈ તેમજ ડો શ્રીમતી ભારતીબેન આર પટેલ ખાસ ઉપસ્થિત રહીને બંને શિક્ષક ને શિક્ષિકા નું સન્માન પત્ર આપી તેઓએ કરેલી કામગીરી ને બિરદાવી હતી વિદાય લેતા શિક્ષક પટેલ ચંદુભાઈ કરશન ભાઈએ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સાથે કાર્યકાળ દરમ્યાન ની તમામ યાદો તાજી કરતા ભાવ વિભોર બન્યા હતા સાથોસાથ શિક્ષિકા તારા બેને પણ પોતાની યાદો તાજી કરી હતી વિદાય લેતા શાળાના શિક્ષક અને શિક્ષિકા ને વિદાય આપતા વિદ્યાર્થીઓ ની આંખો ભરી આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષકો તેમજ શિક્ષણ ખાતા ના કર્મચારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા





