BANASKANTHAGUJARATPALANPUR

દેશના ના સૌથી નાની ઉંમરના આઈપીએસ સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કરી કોમી એકતા નો દાખલો બેસાડ્યો અને દેશના વિકાસની વાત કરી

16 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

  યાત્રાધામ અંબાજી મંદિરમાં વિવિધ નેતા, અભિનેતા અને વીઆઇપી લોકો દર્શન કરવા આવતા હોય છે, ત્યારે અંબાજી મંદિરમાં આજે શનિવારના રોજ ગુજરાતના બનાસકાંઠામાં કાણોદર નાં પનોતા પુત્ર અને દેશના સૌથી નાની ઉંમરના આઈપીએસ સફિન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા હતા. મંદીરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મુકવામાં આવી હતી,ત્યારબાદ તેમને માતાજીની ગાદી માં દર્શન કર્યા હતા અને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અંબાજી મંદિરમાં તેમને જણાવ્યું હતું કે હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારુ ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારે તે અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને ત્યારબાદ આજે ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છુ અને મને નવી ઊર્જા મળી છે અને દેશનો વિકાસ થાય તેવી સફીન હસન(ips), એસીપી, ટ્રાફિક અમદાવાદ એ માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે.આ માહિતી અંબાજીથી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button