GUJARATNAVSARI

નવસારી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ગુંનાઓમાં કબ્જે કરેલ 15,78,995 રૂ.નો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સ્વચ્છતા મિશન અન્વયે શ્રી સુશિલ અગ્રવાલ સાહેબ, IPS પોલીસ અધિક્ષક, નવસારી નાઓની સુચનાથી નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના કામે કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશીદારૂ ની બોટલો નંગ 13178  જેની કિંમત રૂ.15,78,995 ના જથ્થાની નાશ કરવાની કાર્યવાહી શ્રી ડી.આઇ.પટેલ સાહેબ, સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ વાંસદા, શ્રી એસ.કે.રાય,નાયબ પોલીસ અધિક્ષક,નવસારી વિભાગ,નવસારી, શ્રી એ.એસ.પટેલ, નશાબંધી અને આબકારી અધિકારી, શ્રી વી.જી.પટેલ, સર્કલ નાયબ મામલતદાર, ખેરગામ તથા ખેરગામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, પો.સ.ઇ.શ્રી ડી.આર.પઢેરીયાની હાજરીમાં આજરોજ તા.૧૫/૧૨/૨૦૨૩ ના રોજ ખેરગામ ગામના વેણ ફળીયા ખાતે આવેલ ડમ્પિંગ સાઇટની ખરાબીની ખુલ્લી જગ્યામાં પ્રોહીબીશનના ગુંનાઓમાં કબજે કરેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button