DANGGUJARATSUBIR

Dang: સુબીરનાં ગાવદહાડ ખાતે ફાસ્ટેગ સાથે લિંક એકાઉન્ટ ચેન્જ કરવાના નામ પર શિક્ષક સાથે ઠગાઇ થઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ગાવદહાડ ખાતે ફાસ્ટેગ સાથે લિંક ચેન્જ કરવાના નામ પર એક શિક્ષક  સાયબર ફ્રોડનો ભોગ બન્યો. શિક્ષક સાથે હજારો રૂપિયાની ઠગાઈ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.સુબીર તાલુકાના ગાવદહાડ  ગામ ખાતે રહેતા શિક્ષક શરદ રમતુ ગાઈન પોતાના કારમાં લગાવેલ ફાસ્ટેગ સાથે લીંક એકાઉન્ટ ચેન્જ કરવા માંગતા હતા.જેથી ફાસ્ટેગ ઉપર આપેલ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી વાતચીત કરી હતી. થોડી વાર બાદ ફરીથી મોબાઈલ  ઉપર અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો.અને ફાસ્ટેગ ચેન્જ કરવા બાબતે વાતચીત કરી હતી.તેમજ અજાણ્યા ઈસમે  મોબાઈલ નંબર પર એક ટેકસ મેસેજ કરીને લિંક મોકલેલ, જે લિંકને ઓપન કરી આપેલ તમામ માહિતી ભરવા માટે કહેતા શિક્ષકએ તમામ માહિતી ભરી હતી.ત્યારબાદ અજાણ્યા ઈસમ એ ઑનલાઇન પેમેન્ટ મારફતે  ટુકડે ટુકડે કુલ ૯૮ હજાર રૂપિયા પડાવી લીધા હતા.જોકે શિક્ષકને સાયબર ફ્રોડ થયો હોવાનું જણાઇ આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં સુબીર પોલીસે સાયબર ફ્રોડ અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button