
વિજાપુર હઝરત સૈયદ સુલતાનશાહ બાવા દરગાહ શરીફ નો ઉર્ષની ઉજવણી કરાઈ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા
ગાદીપતિ હઝરત સૈયદ અમીનઅલી શાહ મલંગ દ્વારા સંદલ ચાદરપોશી લંગર નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટાવર ચોક બજાર વિસ્તારમાં આવેલ તકિયા વાળી ગાદી તરીકે જાણીતી હઝરત સૈયદ સુલતાન શાહ બાવા દરગાહ ખાતે મુસ્લિમ ચાંદ 27 જમાદિલ અવ્વલ 1445 તા 12 મંગળવારે તેમજ 13 ડિસેમ્બર 2023 બુધવાર ના રોજ મકનપુર શરીફ હઝરત સૈયદ શાહ મદારુલ આલમીન ર.અ દરગાહ શરીફના હઝરત માસુમ શાહ બાવા ના બાલકા ખલીફા રફીક બાવાના બાલકા ખલીફા સૈયદ અમીનઅલી શાહ મલંગ ની ઝરે પરસ્ત સંદલ કરવામાં આવ્યો હતો ઉર્ષની આ ઉજવણી માં સહભાગી થવા વિવિધ રાજ્ય અને શહેરો માંથી લોકો આવી પોહચ્યા હતા બુધવાર ના રોજ બપોરના સમયે ઝુલુસ નીકાળવામાં આવ્યો હતો સાંજના સમયે પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું હતુ અને રાત્રીના સમયે કવ્વાલી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાદીપતિ સૈયદ અમીનઅલી શાહ મલંગ દ્વારા દેશમાં એકતા અખંડિતા દેશવાસીઓ માટે તંદુરસ્તી માટે દુવાએ ખાસ કરવામાં આવી હતી





