GUJARATNAVSARI

Navsari: જલાલપોર તાલુકાના ૧૦ ગામોના ૩૯ જાહેર સ્થળો પર ૪૧.૭૫ ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો

મદન વૈષ્ણવ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સમગ્ર ભારતમાં અવિરતપણે ચાલી રહયો છે. નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ નવસારીમાં સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી”  કેમ્પેઈન હેઠળ સ્વચ્છતા અભિયાનને વેગ મળી રહયો છે.  ‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” કેમ્પેઈનનો શુભારંભ નવસારીના સાંસદશ્રી સી. આર. પાટીલએ નવસારી સર્કીટ હાઉસ ખાતેથી તા.૩ જી ડીસેમ્બરના રોજ કરાવ્યો હતો.  આ કેમ્પેઈન હેઠળ નવસારીના જલાલપોર તાલુકામાં બે દિવસમાં ૧૦ ગામોના ૩૯ જાહેર સ્થળો પર ગ્રામજનો, વહીવટી તંત્ર તથા NGO ની જનભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪૧.૭૫ ટન કચરો એકત્રિત કરીને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત  મહુવર ગામના નવ  સ્થળો પર ૭.૬૨ ટન કચરો, ચોખડ ગામના પાંચ  સ્થળો પર ૧.૨૯ ટન, પોંસરા ગામના બે  સ્થળો પર ૩.૬૮ ટન , કોલાસણા ગામના ચાર  સ્થળો પર ૧.૫૬ ટન, વાડા ગામના બે સ્થળો પર ૧.૬૦  ટન, વેસ્મા-સિસોદ્રા ગામના છ સ્થળો પર ૧૪.૧૦ ટન, સીમલક ગામના બે સ્થળો પર ૧.૫ ટન, ડાંભેલ ગામના બે સ્થળો પર ૪.૬ ટન , આસણા ગામના ચાર  સ્થળો પર ૧.૯ ટન અને કાછલ  ગામના ત્રણ સ્થળો પર ૩.૯ ટન કચરો મળી કુલ ૪૧.૭૫ ટન કચરો એકત્રિત કરી “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” કેમ્પેઈન હેઠળ જાહેર સ્થળો સ્વચ્છ કરવામાં આવ્યા હતા.
“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” કેમ્પેઈન દરમિયાન વિવિધ એન.જી.ઓ,  શાળા/કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વચ્છતા દોડ, રક્તદાન શિબિર, વોલ પેઈન્ટિંગ અને વૃક્ષારોપણ કરાશે. નિગમની બસો અને બસ સ્ટેશનો પ્લાસ્ટિકમુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે.

[wptube id="1252022"]
Back to top button