પાલનપુર ખાતે મમતામંદિર દ્વારા વિશ્વ દિવ્યાંગ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ

10 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સમગ્ર વિશ્વમાં વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાનમાં મમતામંદિર દ્વારા વિશ્વ દિવ્યાંગ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવેલહતું. તા. ૩ જી ડિસેમ્બરથી ૮ ડીસેમ્બર સુધી મમતામંદિરની દિવ્યાંગ વિદ્યાર્થીઓની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ જેવીકે બ્રેઇલ લેખન વાંચન, બાળગીત, રંગોળી, મેહેંદી, ચિત્ર, વેસ્ટમાંથી બેસ્ટ, કેસેટ ડેકોરેશન, કેટવોક, માટીકામ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ બાબતે તા. ૯/૧૨/૨૦૨૩ ના રોજ પાલનપુરના વિવિધ માર્ગો પર જાહેર જનતામાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને તેમનામાં રહેલી શક્તિઓ અંગે જાગૃતતા ફેલાવવા માટે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પાલનપુરના લોકલાડીલા ધારસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરના હસ્તે લીલીઝંડી દર્શાવીને રેલીની શરૂઆત થઇ હતી. આ જનજાગૃતિની રેલીમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મનીષભાઈ જોષી, શ્રી શૈલેશભાઈ સગપરીયા નિવૃત આઈ.એ.એસ. અધિકારી અને નિવૃત સ્પીપાના જોઈન્ટ ડાયરેક્ટર, સંસ્થાના કા. નિયામકશ્રી મહેન્દ્રભાઈ પટેલ, સંસ્થાના મદદનીશ નિયામકશ્રી ડો. અતીનભાઈ જોષી, વિવિધ શાળાઓ અને સ્પે. બીએડ. કોલેજના આચાર્યશ્રીઓ, સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં ૪૦૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને ૧૫૦ તાલીમાર્થીઓ સહીત કુલ ૬૦૦ જેટલા વ્યક્તિઓએ ભાગ લીધો હતો.પાલનપુર પોલીસ સ્ટેશનનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો સાથે સાથે પાલનપુરની જનતાએ પણ સમ્પૂર્ણ સહયોગ આપેલ હતો. આ રેલી સંસ્થાના મદદનીશ નિયામકશ્રી ડો.અતીનભાઈ જોષી અને તેમના સમગ્ર સ્ટાફની અથાગ મહેનતથી સફળતા પૂર્વક સંપ્પન થઇ હતી.





