GUJARATNAVSARI

નવસારીના વસર ગામે આવી પહોંચેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામજનો

મદન વૈષ્ણવ-નવસારી
નવસારી  તાલુકાના વસર ગામે આવી પહોંચેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું  ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.વિવિધ વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની વર્ણવી પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી  ,  તલાટી કમ મંત્રી , આંગણવાડી વર્કરો, તેડાગર અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button