GUJARATNAVSARI

નવસારી LCB પોલીસની ટીમે ચેઇન સ્નેચિંગ આરોપીને ઝડપી પાડ્યો.

મદન વૈષ્ણવ
નવસારી શહેરમાં ઘણા સમયથી મોડી સાંજના સમયે  ચાલવા નીકળતી એકલ દોકલ મહિલાઓના ગળામાંથી ચેઇન કે મંગળ સૂત્ર તોડીને બાઈક ચાલકો ફરાર થઈ જતા હોય એવા બનાવો સામે આવ્યા હતા. ચેઇન સ્નેચિંગની ઘટનાઓ વધતા નવસારી જિલ્લા એલસીબી પોલીસ હરકતમાં આવી હતી.
નોંધાયેલી ફરિયાદો અને સીસીટીવી ફૂટેજ જોઈ ચેઇન સ્નેચિંગ કરતા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમની મદદ લઇ એક આરોપી ઈરફાનખાન પઠાણ ઉ.વર્ષ 25 રહે.સુરત ઉધના મૂળ.ઉત્તર પ્રદેશને  કેટીએમ બાઇક સાથે દબોચી લેવાયો હતો.આરોપીની ધરપકડ કરી કડકાઇથી પૂછપરછ કરતા તેઓ નવસારી શહેરમાં ત્રણ અને ગ્રામિય વિસ્તારનાં ચાર ગુનાઓ મળી કુલ સાત ગુનાઓ કબૂલ્યા હતા જેમાં સોનાના 2 મંગળસૂત્ર તેમજ 5 ચેઇન ,કેટીએમ બાઇક,રોકડ રકમ સાથે 5,83,110 રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરી આરોપીના  7 દિવસના રીમાન્ડ મેળવી વધુની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button