હિંમતનગર પેથાપુર ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું ઉત્સાહભેર સ્વાગત કર્યું
હિંમતનગર પેથાપુર ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું ઉત્સાહભેર સ્વાગત કર્યું
***
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પેથાપુર ગામે ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. શાળાના બાળકોએ ધરતી કરે પુકાર નાટક અને ક્વિઝ રજૂ કરી હતી. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકા બેન પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સિસોદિયા, ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા