GUJARATNAVSARI

નવસારી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધનોરીની સરાહનીય કામગીરી ગ્રામજનોના આરોગ્યલક્ષી વિવિધ તપાસ હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એંધલ ગામે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જયાં વિવિધ વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં. સ્ટોલ પર વિવિધ યોજનાકીય લાભો માટે માર્ગદર્શન આપવામાં આવે છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધનોરી દ્વારા સ્ટોલ ઉભા કરી ગ્રામજનોના આરોગ્યલક્ષી વિવિધ તપાસ હાથ ધરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. અંજનાબેન પટેલ, મેડિકલ ઓફિસર ડો.પ્રિયંકા પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડો. મૃણાલ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એન.સી.ડી., એન.ટી.ઇ.પી., સિકલસેલ એનિમિયા, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ યોજના, આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ  તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ અવસરે આરોગ્ય વિભાગના આશાબેન પટેલ, મેહુલભાઇ પટેલ, હિમાંશુ પટેલ, નિલેશ પટેલ, રાહુલ પટેલ, સુનીલ પટેલ, કેયુર પટેલ, ફોરમ પટેલ, જયોતિકા ખલાસી, હિનલ પટેલ, મયુરી પટેલ, શોભના પટેલ તેમન સિકલ સેલ કાઉન્સેલર બીનાબેન પટેલે સેવાઓ આપી હતી.

[wptube id="1252022"]
Back to top button