પાલનપુર ખાતે જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ યુવક સહકારી તાલીમ વર્ગના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

8 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ અને બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ ના સંયુક્ત ઉપક્રમે યુવક સહકારી તાલીમ વર્ગનું આયોજન 21 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ 23 દરમિયાન અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં જિલ્લા સહકારી સંઘના ફાલ્ગુનીબેન પટેલ અને નીરૂબેને વિદ્યાર્થીનીઓને સહકારી પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. આ તાલીમ વર્ગના સર્ટિફિકેટ વિતરણ નો કાર્યક્રમ કોલેજમાં 7 ડિસેમ્બર 23 ના રોજ રૂમ નંબર 4 માં રાખેલ હતો .જેમાં ડો. સુરેખાબેન પટેલ, ડો. દીપકભાઈ પટેલ,ડૉ. વિજયભાઈ પ્રજાપતિ અને ડો. જાનકીબેન ના હસ્તે વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ ડૉ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. હેમલબેન પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. 





