BANASKANTHAGUJARATPALANPUR

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં સાયબર ક્રાઇમ વિશે સેમિનાર યોજાયો

7 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ માં સાયબર પોલીસ સ્ટેશન, પાલનપુર ના સહયોગથી અમારી શાળામાં સાયબર ક્રાઇમ વિશે સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મુકેશભાઈ મોદી તથા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવા ઉપસ્થિત રહયા હતા. શાળાના આચાર્યશ્રીએ શ્રી મુકેશભાઈ મોદી સાહેબનું સાલથી સન્માન કર્યું હતું. જ્યારે શ્રી મુકેશભાઈ સાહેબ એ સાયબર ક્રાઇમ વિશે અને કેવી રીતે ફ્રોડ થાય છે તે બાબતે માહિતગાર કર્યા હતા જ્યારે શૈલેષભાઇ લુવાએ લગભગ બે કલાક સુધી બાળકોને પ્રેઝન્ટેશન સાથે તેમની રમુજી છટા માં બાળકોને તમામ પ્રકારના ફ્રોડ વિશે પણ માહિતી આપી હતી. સાયબર ફ્રોડથી બચવા માટે આપણે શું સાવચેતી રાખવી જોઈએ એ પણ સમજાવ્યું હતું. અને કોઈ ભોગ બને તો તેના નિવારણ માટે કયા પગલાં લેવા તે બાબતે પણ માહિતગાર કર્યા હતા. સોશિયલ મીડિયાના જમાનામાં વપરાતા ફેસબૂક, વ્હોટસપ અને ઈંસ્ટાગ્રામ વગેરેનો ઉપયોગ કરતી વખતે કેવા પ્રકારની સાવચેતી રાખવી તે બાબતે પણ જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આર એસ.પાલરે સાહેબે કર્યું હતું. શાળા ના આચાર્યશ્રી રાજેશભાઈ પ્રજાપતિ એ આ અંગે વિસ્તૃત ચર્ચા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button