GUJARAT

જંબુસરની બે સગી બહેનોને એમડી ડ્રગ્સના ઇન્જેકશન આપી દુષ્કર્મ આચરનાર ભડકોદ્રા ગામના બે યુવાનોની ધરપકડ

જંબુસર તાલુકા ના એક ગામ ની બે સગી બહેનો સાથે મિત્રતા કેળવી ભડકોદ્રા ગામ ના બે યુવાનોએ પચ્ચીસ દિવસ અગાઉ મળવા બોલાવી ને ઈકો ગાડી મા બેસાડી કાવી પોલીસ મથક ની હદ મા આવેલ એક ગામ ના ફાર્મ હાઉસ ઉપર લઈ જઈ બન્ને બહેનો ને નશાકારક ઈન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યુ હોવાની તથા નશાકારક ઈન્જેક્શન આપતો વિડીઓ ઉતારી તેને વાયરલ કરનાર જંબુસર ના બે યુવાનો મળી ચાર યુવાનો વિરૃધ્ધ કાવી પોલીસ મથકે ભોગ બનનાર યુવતી એ ફરિયાદ આપતા હરકત મા આવેલ પોલીસે ગણત્રી ના કલાક મા જ ભડકોદ્રા ગામ ના સંડોવાયેલ બે યુવાનો ને દબોચી લીધા હોવાના તથા પોલીસ તપાસ મા એમ.ડી.ડ્રગ ના ઈન્જેક્શન આપ્યા હોવાનુ બહાર આવ્યુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર તાલુકા ના એક ગામ મા રહેતી ૨૦ વર્ષીય તથા ૧૮ વર્ષીય બે સગી બહેનો સાથે મિત્રતા કેળવી પચ્ચીસ દિવસ અગાઉ જંબુસર તાલુકા ના ભડકોદરા ગામ ના યાસીન ખાલીદ ચોક તથા નઈમ ઈસ્માઈલ મુસા પટેલ નામના બે યુવાનો એ મળવા બોલાવી હતી. ત્યારબાદ બન્ને બહેનો ને રાત્રી ના સમયે યાસીન ખાલીદ ચોક તથા નઈમ ઈસ્માઈલ મુસા પટેલ ઈકો મા બેસાડી ને કાવી પોલીસ મથક ની હદ મા આવેલ કાવલી ગામ ની સીમ મા આવેલ એક ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા હતા.ફાર્મ હાઉસ ઉપર યાસીન ખાલીદ ચોકે બન્ને બહેનો ને નશા કારક ઈન્જેક્શન આપ્યા હતા. ત્યારબાદ ખાલીદ ચોકે તથા નઈમ ઈસ્માઈલ મુસા પટેલે બન્ને બહેનો સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને નશાકારક ઈન્જેક્શન આપતો વિડીઓ જંબુસર ના માઝ મલેકે ઉતારી વાયરલ કરતા જંબુસર પંથક મા ચકચાર વ્યાપી ગઈ હતી. ઉપરોક્ત બનાવ સંદર્ભે ભોગ બનનાર બે બહેનો પૈકી મોટી બહેને કાવી પોલીસ મથક ખાતે પોલીસ આ બનાવ સંદર્ભે ફરિયાદ નોધાવતા હરકત મા આવેલ પોલીસે ગણતરી ના કલાકો મા જ ભડકોદ્રા ગામ ના નશાકારક ઈન્જેક્શન આપી દુષ્કર્મ આચરનારા યાસીન ખાલીદ ચોક તથા નઈમ ઈસ્માઈલ મુસા પટેલ ને દબોચી લઈ સઘન પુછપરછ હાથ ધરી હતી.પુછપરછ દરમ્યાન ઈન્જેક્શન ધ્વારા આપેલ નશાકારક પદાર્થ એમ.ડી. ડ્રગ હોવાનુ તથા તે ભરૂચ થી લીધુ હોવાનુ બહાર આવ્યુ હતુ. તપાસ દોર iucaw શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. આર ગાવીતે સંભાળી ને નાસી છુટેલ માઝ મલેક તથાત્રણેય ને મદદગારી કરનાર અનશ રહે.જંબુસર તેમજ ડ્રગ આપનાર પેડલર ને દબોચી લેવા ના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર પંથક મા ડ્રગ ના દુષણે પગપેસારો કર્યો હોય તેમ ઉપરોક્ત બનાવ થી ફલિત થઈ રહયુ છે ત્યારે યુવા પેઢી ને આ માર્ગે જતા અટકાવવા પોલીસ તંત્ર સજાક થાય તે જરૂરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button