વિશ્વ વિકલાંગ દિન નિમિતે દિવ્ય કલા મંચ કાર્યક્રમમાં કપિલ ચૌહાણનું સન્માન કરાયું

7 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિશ્વ વિકલાંગ દિન તારીખ 3 ડિસેમ્બર 2023 નિમિતે પાલનપુરમાં જી.ડી મોદી કોલેજ ખાતે બનાસકાંઠા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ.એસ.ચૌહાણના આયોજન થી ખોડલા પ્રાથમિક શિક્ષક શ્રી બકુલભાઈ પરમાર, શિક્ષક શ્રી ભરતભાઈ પરમાર ના સહયોગથી જિલ્લાના દિવ્યાંગ કલાકારો માટે દિવ્ય કલામંચ કાર્યક્રમનું વિશાળ આયોજન કરાયું હતું જેમાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ૫૦ જેટલા દિવ્યાંગ કલાકારોએ સંગીત, ગરબા, વાદન,અભિનય અને વિશેષ કૌશલ્યમાં ભાગ લીધો હતો જેમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર, સ્ટીલના ડબ્બા, ૨૫૦ રૂ. પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા ભાગ લેનાર તમામ દિવ્યાંગોએ પોતાનામાં રહેલા સુષુપ્ત શકિતઓ બહાર લાવી સરસ પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમનું વિશાળ આયોજન કરવા બદલ આયોજકોનું પણ સન્માન કરાયું હતું જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોષી, ડાયટ પ્રાચાર્ય શ્રી ડી. એન.બ્રાહ્મણ દ્વારા કપિલકુમાર સેંધાભાઈ ચૌહાણનું શાલ,પુષ્પ ગૂંછ તથા સન્માનપત્ર આપી શાનદાર રીતે સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી અભિજિત રાઠોડ ( રેડિયો પાલનપુર ૯૦.૪ fm, સૌજન્ય) , શ્રી દેવેન્દ્રભાઈ દરજી ( ગુરુજી કી પાઠશાલા ) , ડૉ.જીગર જોષી ( ગમતી નિશાળ પાલનપુર) બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી ભગાજી વિસાતર ), પદ્મ શ્રી ગેનાજી પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા કપિલ ચૌહાણની દિવ્યાંગ લક્ષી પ્રવુતિઓ માટે અભિનંદન પાઠવ્યા હતા