
ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઇ પટેલની પેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભ પાત્રતા ધરાવતા દરેક લાભાર્થી સુધી પહોંચે તેવા શુભ આશયથી તા.૩૦ મી નવેમ્બરના રોજથી નવસારી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ શરૂ થયો છે.
જે અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તેજલાવ ગામે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામમાં પ્રવેશતા, ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, અંતર્ગત દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની યોજનાઓને આવરી લેવામાં આવી છે.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય સેજલબેન પટેલ, સરપંચ હેમાંગીબેન પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી જીતેન્દ્રભાઇ પટેલ, પદાધિકારીઓ/અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.





