GUJARATNAVSARI

નવસારીના ખેરગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
નવસારી જિલ્લાના ખેરગામ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામમાં પ્રવેશતાં જ ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી  કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભો લોકોને ઘર આંગણે જ મળી રહી છે.

યાત્રા દરમિયાન જિલ્લામાં મહત્તમ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, અંતર્ગત દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે  લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિનોદભાઇ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી દિગેશભાઇ પટેલ, શ્રી સંજયભાઇ પટેલ, શ્રી રમેશભાઇ આહિર, સરપંચશ્રી, પદાધિકારીઓ/ અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

[wptube id="1252022"]
Back to top button