GUJARATIDARSABARKANTHA

ઇડર તાલુકાના શેરપુર અને હસનપુર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઇ

ઇડર તાલુકાના શેરપુર અને હસનપુર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઇ

**

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના શેરપુર અને હસનપુર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ/અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button