GUJARATNAVSARI

સરકારશ્રીની નિક્ષય પોષણ યોજના હેઠળ દર માસે રૂા.૫૦૦ની સહાય મળે છે- લાભાર્થી સુમિત્રાબેન હળપતિ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નવસારી જિલ્લામાં તા.૩૦ મી નવેમ્બર થી પ્રારંભ થયો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે.
જલાલપોર તાલુકાના વેડછા લાભાર્થી સુમિત્રાબેન કાંતિભાઇ હળપતિએ પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નિક્ષય પોષણ યોજના હેઠળ દર માસે રૂા.૫૦૦ ની સહાય બેંક ખાતામાં સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. આ સહાયથી હું જરૂરી દવા સાથે પોષણક્ષમ  આહાર મેળવી શકું છું તેમ જણાવી ભારત સરકાર અને રાજય સરકારનો ખૂબ ખૂબ અભાર વ્યકત કર્યો હતો.                                    

[wptube id="1252022"]
Back to top button