
5 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયની ચી. પ. કૃષિ મહાવિદ્યાલય ખાતે કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણના અધ્યક્ષ સ્થાને સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થી ભાઈ બહેનોને હોસ્ટેલથી કોલેજ સુધી તેમજ સંશોધન કાર્ય માટે ફાર્મ પર આવવા જવાની સરળતા રહે ઉપરાંત વિધાર્થીઓની તંદુરસ્તી જળવાઈ રહે અને ગ્રીન કેમ્પસ એટલે કે પ્રદૂષણ મુકત કેમ્પસ બનાવવાની સાથે વિધાર્થીઓના વાલીઓનો આર્થિક બોજ ઘટાડવાના શુભ આશયથી ૨૦૦ નંગ સાયકલ વિતરણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ડો. પી. ટી. પટેલ, સંશોધન નિયામક અને કુલસચિવશ્રી, ડો. કે.પી. ઠાકર, નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ, ડો. એસ. ડી. સોલંકી, આચાર્ય અને ડીનશ્રી, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય, ડો.આર.એસ. જૈમન, ચીફ વોર્ડન તેમજ વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, યુનિવસિટી અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એવું શિક્ષણ નિયામક ( વિસ્તરણ ) ની અખબારી યાદીમાં જણાવ્યું છે.(માહિતી બ્યુરો પાલનપુર)