કાંકરેજના થરામાં ભંગારના બનાવેલા મસમોટા ડેલાઓના કારણે ભારે નુકશાન થતુ હોવાની લોકોમાં રાવ.

થરામાં ભંગારના ડેલાઓવાળા દ્વારા કેબલ અને પ્લાસ્ટિક સળગાવતા રોડ પર લોખંડની વસ્તુઓથી વાહનોને પંચર પડી રહ્યા છે.અને પ્રદુષણથી સ્વાસ્થ્યને ભારે નુકશાન થઇ રહ્યુ છે.
—————————————
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં છેલ્લા કેટલાય વર્ષોથી આડેઘડ સરકારી નિયમોના ભંગ કરીને ભંગારની ચીજવસ્તુઓની ખરીદીના મોટામોટા ડેલાઓ જાહેર માર્ગો પર કરતા રસ્તા પર લોખંડ,પતરા,અને પ્લાસ્ટિક રોડ પર વેરાતા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને અને રસ્તામાં ચાલતાં જતાં લોકોને નડતર રૂપ બની રહ્યા છે.અને ક્યારેક લોખંડ જેવા ભારે પદાર્થોના કારણે વાહનોને પંચર પડી રહ્યા છે.ત્યારે આવા ધંધા કરતા વહેપારીઓને લોકોની સલામતી ન જોખમાય તેવા સ્થળે પ્રદૂષણ મુક્ત વેપાર કરવા લોકોની માંગ બુલંદ બની છે. થરામાં ખાસ કરીને જે વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે તેવા વિસ્તાર એવા જાહેર માર્ગ કે જયાંથી હજારો લોકો અને વાહનો તથા શાળાએ જતા બાળકો તેમજ રખડતાં પશુઓ પસાર થાય છે તેવા જાહેર માર્ગ તાંણા રોડ પર મોટા પ્રમાણમાં સ્ક્રેપ અને ભંગારનો વેપાર થાય છે.ક્યારેક કેબલ માંથી કોપરના વાયરો નિકાળવા કોટેડ પ્લાસ્ટિક વાયરને સળગાવતા ધુમાડાના કારણે પ્રદૂષણ ફેલાય છે અને મશીન દ્વારા લોખંડને કાપવા જતા ક્યારેક લોખંડના ટુકડા પણ રોડ ઉડતા લોકોને વાગવાનો ભય સતાવી રહ્યો છે.આ ઉપરાંત જ્યાં જૈનોનું પવિત્ર તીર્થસ્થાન રૂનિ જવાનો રસ્તો છે તેવા રોડ પર પણ મોટા પ્રમાણમાં
ભંગારનો વેપારી કરાઈ રહ્યો છે.તેમજ થરા નેશનલ હાઇવે,રાષ્ટ્રીય ધોરીમાર્ગ દિયોદર રોડ,ટોટાણા રોડ સહિત ના જાહેર માર્ગો પર ચાલતા ભંગાર સ્ક્રેપના વેપારોમાં તપાસ કરવામાં આવે તો ચોરીના વાહનોની નોંધણીનું રજીસ્ટર જોવામાં
આવે તો મોટું ગુનાહિત ધંધાને પોસ્તું ષડયંત્ર બહાર આવે તેમ છે.આ અગાઉ પણ આ વિસ્તારમાં વાણિજય વિભાગ, જી.એસ.ટી.વિભાગ દ્વારા મોટા દંડ આપવામાં આવ્યા છે.તે પ્રમાણે જિલ્લાની એલ.સી. બી.,એસ.ઓ.જી.અને સ્થાનિક પોલીસ સરપ્રાઈઝ તપાસ કરે તો મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિ ઓ રોકી શકાય તેમ છે.ભંગારના વેપારીઓ નાના ફેરિયાઓનું શોષણ કરી ઓછી કિંમતે માલ લઈ તોલમાપ સહિતની છેતરપિંડી કરી મોટો નફો કરી ઈન્કમટેક્સની પણ ચોરીની સંભાવના રહેલી છે. ત્યારે આવા લોકો પ્રજાનું હિત નહી વિચારી પોતાનો અંગત કમાણી કરવા જાહેર માર્ગો પર લોકોનું હીત જોખમાય તે રીતે ધંધા કરી રહ્યા છે.તેમની સામે યોગ્ય રીતે ઘટતું કરવા પ્રજાની માંગ ઉઠી છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા




