BANASKANTHAPALANPUR

રઘુવંશી દેશી લોહાણા સમાજના નવા વરાયેલા હોદેદારો 

13 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રઘુવંશી દેશી લોહાણા સમાજ ડીસાની અધતન સુવિધા ધરાવતી બે લોહાણા મહાજન વાડીઓ સતત કાર્યરત છે.રઘુવંશી દેશી લોહાણા મહાજન ડીસા તેમજ લોહાણા પ્રગતિ યુવક મંડળ ડીસા એમ બેઉ સંસ્થાઓના હોદેદારોની મુદત પૂર્ણ થતાં નવા હોદેદારોની વરણી કરવા માટે તાજેતરમાં શ્રી જલારામ સેવા સંકુલ,કચ્છી કોલોની ખાતે સમાજ અગ્રણી જયંતિભાઈ ઓઢાવાળાના અધ્યક્ષ સ્થાને એક અગત્યની બેઠક મળી હતી. મીટીંગની પ્રસ્તાવના તેમજ મુદાઓની ચર્ચા પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ બંધુએ કર્યા બાદ મહાજન પ્રમુખ રજનીભાઈ કુવરવાળા તેમજ મંત્રી દિનેશભાઈ દીપવાળાએ કરેલ કામગીરી તેમજ હિસાબોનો અહેવાલ આપી સમગ્ર સમાજનો સહકાર બદલ આભાર માન્યો હતો.લોહાણા પ્રગતિ યુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ઓઢાવાળા તેમજ મંત્રી યોગેશભાઈ સહાયતાએ (ડીકાલાલ) પણ સૌના પ્રેરણાદાયી સહકાર બદલ ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત સૌ સભ્યોએ ચર્ચાવિમર્શ કરી રઘુવંશી દેશી લોહાણા મહાજન ડીસાના નવા પ્રમુખ તરીકે દીલીપભાઈ બી.ઠકકર (વકીલ) ,ઉપપ્રમુખ તરીકે દેવચંદભાઈ એન.ઠકકરની જ્યારે લોહાણા પ્રગતિ યુવક મંડળના પ્રમુખ તરીકે યોગેશભાઈ સહાયતા(ડીકાલાલ) તેમજ મંત્રી તરીકે ધવલકુમાર ડી.ઠકકરની સર્વાનુમતે વરણી કરી હતી.નવા વરાયેલા તમામ હોદેદારોએ પોતપોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.સમાજ અગ્રણીઓ નંદુભાઈ ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,આર.ડી.ઠકકર,રાજુભાઈ વકીલ,રજનીભાઈ માંડવીવાળા,લાલાભાઈ ઠકકર,રાજુભાઈ લેબોરેટરી,કનુભાઈ ઠકકર,દર્શનભાઈ વકીલ સહિત સૌએ સમાજ હિત,સંગઠન તેમજ વિકાસ માટે જરૂરી સૂચનો કરી વિદાય લેતા હોદેદારોની કામગીરીની સરાહના કરી હતી તેમજ નવા વરાયેલા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. અધ્યક્ષ સ્થાનેથી જયંતિભાઈ ઓઢાવાળાએ સૌને આશીર્વાદ આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું. વિનોદ બાંડીવાળા એ માહિતી આપતાં જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button