BANASKANTHAGUJARATPALANPUR

ટેટોડા ગૌશાળા 25 મા વર્ષમાં પ્રવેશ કરતાં પાંચ કરોડના ખર્ચે બિમાર ગૌમાતાઓ માટે નિર્માણ પામશે જલિયાણ હોસ્પિટલ 

1 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સને  1999 માં જેની સ્થાપના થયેલ તેવી શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા 2024 માં 25 મા વર્ષમાં પ્રવેશ કરશે.આ રજત જયંતિ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમમોનું આયોજન પૂજ્ય દતશરણાનંદજી મહારાજના આશીર્વાદથી તેમજ પૂજ્ય રામરતનજી મહારાજના માર્ગદર્શનથી થનાર છે.અંદાજે 1000 જેટલી બિમાર ગૌમાતાઓની સારવાર થઈ શકે તેવી સુવિધાસભર શ્રી જલિયાણ ગૌમાતા હોસ્પિટલનું નિર્માણ પાંચ કરોડના ખર્ચે એક લાખ પાંસઠ હજાર ચોરસ ફૂટમાં થનાર છે.આ માટે ગૌભકતોની એક પ્રારંભિક બેઠક તાજેતરમાં ટેટોડા ગૌશાળા ખાતે મળી હતી.જય જલારામ ટ્રસ્ટ ડીસાના મંત્રી શશીકાંતભાઈ ડી.ઠકકર તેમજ આર્કિટેક્ટ એન્જિનિયર રવિભાઈ પંચાલે જલિયાણ ગૌમાતા હોસ્પિટલનો પ્લાન,બજેટ તેમજ બાંધકામ અંગે વિગતવાર માહિતી આપી હતી.પૂજ્ય રામરતનજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં ટેટોડા ગૌશાળાના પ્રમુખ ચેલભાઈ પટેલ (ખસા) ઉપરાંત ગૌભકતો સર્વ ભગવાનભાઈ બંધુ,ભરતભાઈ ભાવિક,મહેશભાઈ ઉડેચા,સોમાભાઈ આખજ,દેવાભાઈ પટેલ,અમરતભાઈ દેસાઈ,દેવજીભાઈ પટેલ,વસતાભાઈ પટેલ,ગણપતભાઈ માળી,ઉતમભાઈ,ગણપતભાઈ ભાટી,હિતેશભાઈ પટેલ સહિત અંદાજે 60 જેટલા સમર્પિત ગૌભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 14 જાન્યુઆરી 2024 રવિવારે સવારે શ્રી જલિયાણ ગૌમાતા હોસ્પિટલનું ભૂમિપૂજન વાજતેગાજતે સંતો,મહંતો,દાતાઓ,ગૌભકતો,કાર્યકરોની પાવન ઉપસ્થિતિમાં થશે.આ માટે જમીન લેવલીંગનું કામ યુધ્ધના ધોરણે શરૂ થઈ ચૂકેલ છે.આ જલિયાણ ગૌમાતા હોસ્પિટલના નિર્માણ માટે ડીસા તાલુકા ઉપરાંત સમગ્ર ગુજરાત,ભારત,વિશ્ર્વના સનાતન ગૌપ્રેમી દાતાઓનો ઘનિષ્ઠ સંપર્ક કરાનાર છે.વિનોદ બાંડી વાલા

[wptube id="1252022"]
Back to top button