AHAVADANGGUJARAT

એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગવાની ઘટનાને લઈને ડાંગના 2000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી જવાને કારણે નુકસાન થવા પામ્યું છે ત્યારે ડાંગ જિલ્લાના 2000 કરતા વધુ વિદ્યાર્થીઓએ ઇજાગ્રસ્ત  વર્કરોની સલામતી માટે પ્રાર્થના કરી હતી.એથર ઇન્ડસ્ટ્રીયલ કંપની ના માલિક અશ્વિનભાઈ દેસાઈ એ ડાંગ જિલ્લાના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા  પ્રયાસ કરતા આવ્યા છે.અશ્વિનભાઈ દેસાઈ 30-35 વર્ષથી ડાંગ જિલ્લાનું નિરીક્ષણ કરી વર્ષોથી પ્રવાસ કરતા આવ્યા છે.હાલના તબક્કે ડાંગ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત હોવાથી તેમના દ્વારા ડાંગ જિલ્લાની એકમાત્ર સેલ્ફફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે  હોસ્ટેલનું બાંધકામનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે. નર્સિંગના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે બસની વ્યવસ્થા પણ કરેલ છે.આવા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે પિતા સમાન અશ્વિનભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને દત્તક લઇને વિદ્યાર્થીઓ માટે પોતાના જ બાળકો સમજીને દરેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.ત્યારે એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ અગાઉ  આગની ઘટના બની હતી જેમાં અંદાજે ૨૪ જેટલા વર્કરોને ઈજા થઈ હતી. જેથી ડાંગ જિલ્લાના 2000 કરતા વધુ વિદ્યાર્થીઓએ ઇજાગ્રસ્તો માટે અને અશ્વિન દેસાઈ આ આપત્તિ સામે લડી શકે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી..

[wptube id="1252022"]
Back to top button