
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વરિષ્ઠ IFS અધિકારી શ્રી આર.એલ.મીનાએ તાજેતરમાં તેમની ડાંગ જિલ્લાની મુલાકાત વેળા, માજી ધારાસભ્ય અને સામાજિક કાર્યકર શ્રી ગોવિંદભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ડાંગ સાથે જૂનો નાતો ધરાવતા આ ઉચ્ચ વન અધિકારીએ તેમના કાર્યકાળ દરમિયાન ડાંગના DFO તરીકે સેવા બજાવી હતી. તે સમયના સંસ્મરણો વાગોળતા તેમને માજી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલના ખબર અંતર પૂછ્યા હતા.
માછળી ગામે શ્રી ગોવિંદભાઈ પટેલના નિવાસ સ્થાને યોજાયેલી આ શુભેચ્છા મુલાકાત દરમિયાન, આ બન્ને વરિષ્ઠ અધિકારી અને પદાધિકારીઓએ, વન પર્યાવરણ જતન સંવર્ધન, વન આધારિત રોજગારીની શક્યતાઓ જેવા મુદ્દે ઘનિષ્ઠ ચર્ચા વિચારણા કરી હતી. આ વેળા ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ પણ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો.
[wptube id="1252022"]








