AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામા કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવા ખેતીવાડી વિભાગને સૂચના અપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લામા ગત ૨૫-૨૬ નવેમ્બર, ૨૦૨૩ દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકોને નુકસાનીનો સર્વે કરવા માટે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે જિલ્લાના ખેતીવાડી વિભાગ સહિતના તંત્રને સૂચના આપી છે.
હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે રાજ્ય સહિત ડાંગ જિલ્લામા પણ કમોસમી વરસાદ નોધાયો હતો. કમોસમી વરસાદથી થયેલ પાકના નુકસાની અંગે ખેડુતોને આપદામા સહાય ચૂકવણી માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ પાક નુકસાની અંગે સર્વે કરી ત્વરિત ધોરણે વિગતો મેળવી, અને તેની કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખેતીવાડી વિભાગને સૂચન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button