
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્રભાઇ પટેલ
મેઘરજ : રેલ્લાંવાડા ખાતે પુલની એક બાજુનો ભાગ ધોવાયો, માર્ગ અને મકાન વિભાગને દેખાતું નથી..?

વરસાદ ને કારણે રેલ્લાંવાડા ગામે આવેલ પુલ બાજુ રસ્તાનો સાઈડનો ભાગ ધોવાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા જેમાં બે દિવસે પહેલા વરસેલા વરસાદ ને કારણે ઠેળ ઠેળ પાણી ભરાયા હતા તો બીજી બાજુ રસ્તા પરના ખાબોચીયા પણ ભરાયા હતા,રેલ્લાંવાડા ખાતે આવેલ વર્ષો જૂનો પુલ છે જ્યાં ઇસરી તરફ જતા પુલના છેડાના ભાગે એક સાઈડનો ભાગ ધોવાયો હતો જેમાં આ ભાગ વરસાદ ને કારણે વારમવાર ધોવાતો હોય છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી જેના કારણે પુલના છેડાનો ભાગ વારમવાર ધોવાતો હોય છે જેમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલના છેડાના ભાગનું યોગ્ય સમારકામ કરવામાં આવે તે જરૂરી છે
[wptube id="1252022"]









