
28- નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ :- કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૨” કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૨૩/૧૨/૨૦૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૨૬/૧૧/૨૦૨૩ ના દસમા દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ B Division ઇલેવન અને Dwarkesh Sanosara ટિમ વચ્ચે રમાઇ જેમાં Dwarkesh Sanosara ટિમ વિજેતા થઈ બીજી મેચ Jadura Theba 2 ટીમ અને Shivaji XI Kotay વચ્ચે રમાઇ જેમાં Shivaji XI Kotay ટીમ ની જીત થઈ ત્રીજી મેચ Rajendran Sih XI Bhadli ટીમ અને Dariyalal ઇલેવન વચ્ચે રમાઇ જેમાં Rajendran Sih XI Bhadli ટિમ ની જીત થઇ હતી. ચોથી મેચ Krishna Krupa 11 અને Tata XI વચ્ચે રમાઇ જેમાં Tata XI ટીમની જીત થઈ હતી. પાંચમી મેચ maa Shakti 11 અને 07 Friends ટીમ વચ્ચે રમાઇ જેમાં 07 Friends ટીમ વિજેતા થઈ જયારે છઠ્ઠી મેચ Gagda 11 Lodai અને old Star Bharapar ટીમ વચ્ચે રમાઇ જેમાં Gagda 11 લોડાઇ ગામની ટીમ વિજેતા થઇ હતી. આ ક્રિકેટમેચ દરમ્યાન શ્રી વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ લોકસભા – મહામંત્રી ગુજરાત પ્રદેશ ભા.જ.પા, દિલીપભાઈ દેશમુખ અંગદાનના પ્રણેતા, ગંગારામભાઈ ભાનુશાલી, મનોજભાઈ કચ્છ ઉદય ન્યુઝપેપર તંત્રીશ્રી, રાહુલભાઈ ગોર ઉપપ્રમુખ – કચ્છ જિલ્લા ભા.જ.પા, દામજીભાઈ ચાડ સદસ્ય જિલ્લા પંચાયત કચ્છ, દિનેશભાઈ ઠક્કર મહામંત્રી ભુજ તાલુકા ભા.જ.પા, અને જુરી કમિટી ના સભ્યો તથા અન્ય ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ ક્રિકેટ મેચ નું લાઈવ યુ ટ્યુબ પર ATV Cricket Live દ્વારા પ્રસારણ આપવામાં આવે છે.










