
૨૬-નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- બંધારણ દિવસ જેને રાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે, બંધારણ દિને કચ્છ જિલ્લાના અ. જાતિ મોરચો અને કચ્છ જિલ્લા ભાજપા દ્વારા કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા ની ઉપસ્થિતી માં ઉજવવા માં આવ્યો. 26 મી નવેમ્બર દેશમાં સંવિધાન દિવસ ઉજવાય છે બંધાણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે અને બાબા સાહેબ ની સ્મૂર્તિમાં આજે અનુસુચિત જાતિ મોરચો અને કચ્છ જિલ્લા ભાજપ તરફ થી બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને હારા રોપણ અને સંવિધાન પૂજન કરવામાં આવેલ મોદીજી દ્વારા “મન કી બાત” કાર્યક્રમ નું શ્રવણ કરવામાં આવેલ. આજે કાર્યક્રમમાં કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેનશ્રી કુંવરબેન પી. મહેશ્વરી નગર પાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, ચેરમેનશ્રી મહીદીપસિંહ જાડેજા, સર્વશ્રી જીતુભાઈ માધાપરિયા, જિલ્લા ભાજપ મહિલા મોરચો પ્રમુખશ્રી, ગોદાવરીબેન ઠક્કર, અશોકભાઇ હાથી, પ્રેમજીભાઈ મંગેરિયા, રવિભાઈ ગરવા, બાલકૃષ્ણા મોતા, જયદીપસિંહ જાડેજા, પચાણ સંજોટ, ઇશ્વરભાઇ મહેશ્વરી, મનુંભા જાડેજા, આમદભાઈ જત તથા કચ્છ જિલ્લા અનુ. જાતિ મોરચા તથા કચ્છ જિલ્લા ભાજપના હોદેદારો સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.