BHACHAUGUJARATKUTCH

શંકાસ્પદ હર્બલ ટોનીકની કુલ બોટલો નંગ-૧૯૦૦ જેની કિં.રૂ,૨,૨૮૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી ભચાઉ પોલીસ.

૨૬-નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ કચ્છ :- ભચાઉ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.બી.બુંબડીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે જીવાભા વેલાભા ગઢવી,(ઉ.વ.૪૫) રહે.માનસરોવર વિસ્તાર ભચાઉ વાળાએ પોતાના રહેણાંક મકાનમાં શંકાસ્પદ હર્બલ ટોનીકનો જથ્થો રાખેલ છે જે બાતમી હકિકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઇ તપાસ કરતાં શંકાસ્પદ હર્બલ ટોનીક સિરપની બોટલો નંગ-૧૯૦૦/- જે કિં.રૂ ૨,૨૮,૦૦૦/-નુ મુદામાલ મળી આવતા આ મુદામાલમાંથી એક બોટલ સેમ્પલ અર્થે એફ.એસ.એલ માં મોકલવા તજવીજ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button