
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સંચાલિત શીત કેન્દ્ર,શમાળાજી કર્મચારી શ્રી મહેન્દ્ર પ્રસાદ હરિભાઈ પટેલનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં વય નિવૃત સન્માન સમારોહ યોજાયો

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલ શ્રી ગાયત્રી માતાજી મંદિરના હોલ ખાતે સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સંચાલિત શીત કેન્દ્ર,શમાળાજી ખાતે ફરજ બજાવતા કર્મચારી શ્રી મહેન્દ્ર પ્રસાદ હરિભાઈ પટેલનો ભિલોડા વિધાનસભા ના બેઠકના ધારાસભ્ય પી.સી બરંડા,સાબરડેરી ના ડિરેકટર અને ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ,બાયડના પૂર્વ ધારાસભ્ય અને ડેરીના વર્તમાન ડિરેક્ટરે જશુભાઈ પટેલ, સાબરડેરી ભીલોડા વિભાગ ના ડિરેક્ટર જેશીંગભાઈ પટેલ સાબરકાંઠા સહકારી સંઘના પ્રમુખ પ્રભુદાસ પટેલ,ભાજપા આગેવાન મહેશભાઈ,ડી પટેલ માલપુર, સાબરડેરી ના પૂર્વ ડિરેક્ટર અને અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી હસમુખભાઈ પટેલ,સાબરડેરી ના એચ કે પટેલ મેનેજર પ્રોડક્શન કે કે જૈન મેનેજર પ્રોડક્શન સાબરડેરી ડી જે જોશી મેનેજર પ્રોડક્શન સાબરડેરી ,અરવલ્લી જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ભરત ભાઈ પરમાર,સંત શ્રી મોહનબાપા આશ્રમના ગાદીપતી સંતશ્રી લક્ષ્મણ રામ તેમજ શામળાજી શીતકેન્દ્ર ના ઇન્ચાર્જ મહેન્દ્ર ભાઈ પટેલ , એમ.પી. ઓ ઇન્ચાર્જ હેમંત પટેલ, વેટરનરી ઇન્ચાર્જ એસ.જી.પટેલ. બાયડ એમ પી ઓ ઇન્ચાર્જ હરેશભાઈ પટેલ અરવલ્લી જિલ્લાના સર્વે પત્રકાર મિત્રો,શીત કેન્દ્રના કર્મચારી મિત્રો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વય નિવૃત સન્માન સમારોહ યોજાયો હતો









