BANASKANTHAGUJARATPALANPUR

ઔ.સ.ઝા.સા.ચા.બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ નો સન્માન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

25 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જ્ઞાતિ મંડળ દ્વારા 19 નવેમ્બર રવિવાર ના રોજ જ્ઞાતિના દાતાઓનો સન્માન કાર્યક્રમ તથા સ્નેહમિલન કાર્યક્રમ જ્ઞાતિના પ્રમુખશ્રી દિનુભાઈ પંડિત ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ 11 ગાયત્રી મંત્રોના પઠન સહ પ્રાર્થના કરવામાં આવી.નૂતન વર્ષ નિમિતે જ્ઞાતિજનોએ એક બીજાને શુભેચ્છાઓ આપી. જ્ઞાતિના દાતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા .શાબ્દિક સ્વાગત જ્ઞાતિના ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું.બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખશ્રીના માર્ગદર્શન અંતર્ગત મંત્રીશ્રી યોગેશભાઈ દવેએ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરેલ. મોમેન્ટો વ્યવસ્થા વિજયભાઈ ભટ્ટ તથા પાર્થભાઈ ત્રિવેદીએ સંભાળેલ કાર્યક્રમનું સંચાલન તરુણભાઈ વ્યાસે કરેલ.કાઠિયાવાડી સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન વ્યવસ્થા હિતેશભાઈ વ્યાસ તથા ચિરાગભાઈ આચાર્ય અને હર્ષભાઈ મહેતા સહિતના કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવેલ હતું.કાર્યક્રમને સફળ બનાવવા તમામ કારોબારી સભ્યોએ યોગ્ય યોગદાન આપેલ.

[wptube id="1252022"]
Back to top button