સફાઈ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી એશોશિએશન, સંતો મહંતો અને શહેરીજનો જોડાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજી જન્મ જયંતી ઉજવણીના ભાગ રૂપે ૧૫ સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર- ૨૦૨૩ સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ રાજ્યવ્યાપી સફાઈ અભિયાન સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ મેયર શ્રીમતિ ગીતાબેન મોહનભાઈ પરમાર તથા ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે તા:૨૫/૧૧/૨૦૨૩ના રોજ સાબલપુર ચોકડીથી સવારે ૭:૦૦ કલાકે તેમજ તા:૨૬/૧૧/૨૦૨૩ દોલત પરા ગેઇટ થી સવારે ૦૭:૦૦ કલાકે કરવામાં આવશે. આ સફાઈ અભિયાન સવારે ૦૭:૦૦ કલાકેથી બપોરે ૩ વાગ્યા સુધી ચાલશે, આ સફાઈ કાર્યક્રમમાં જૂનાગઢ રાજકોટ મેઈન રોડ, ભેસાણ ચોકડીથી સાબલપુર ચોકડી, સાબલપુર ચોકડીથી દોલતપરા ગેઇટ સુધી, સાબલપુર ચોકડીથી ધોરાજી ચોકડી સુધી રોડની બન્ને બાજુ તથા ડીવાઈડરની સફાઈ મોટા યાંત્રિક સાધનો દ્વારા પણ હાથ ધરવામાં આવશે. સફાઈ અભિયાનમાં અંદાજીત એક હજાર જેટલા લોકો સહભાગી થશે. તેમજ આ સફાઈ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી એશોશિએશન, સંતો મહંતો અને શહેરીજનોને જોડાવા મેયર શ્રીમતિ ગીતાબેન મોહનભાઈ પરમાર દ્વારા અપીલ કરવામાં આવે છે.
[wptube id="1252022"]





