
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે સર્વોદય નગર નજીક એસેન્ટ કારમાંથી દારૂ ઝડપાયો,બે બુટલેગરોને દબોચ્યાં

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા લબરમૂછિયા બુટલેગરો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે મોડાસા ટાઉન પોલીસ દેશી-વિદેશી દારૂનો વેપલો કરનાર બુટલેગરો સેમ લાલ આંખ કરી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ટાઉન પોલીસે સર્વોદય નગર (ડુંગરી) નજીક એસેન્ટ કારમાં વિદેશી દારૂની ખેપ મારતા ભાવેશ સલાટ અને વિશાલ ચૌહાણ નામના બે લબરમૂછિયા બુટલેગરોને દબોચી લઇ કારમાંથી 4 હજારથી વધુના બિયર ટીનનો જથ્થો જપ્ત કરી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
મોડાસા ટાઉન પોલીસે સહયોગ બાયપાસ પોલીસ ચોકી નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર વોચ ગોઠવી હતી ત્યારે બે બુટલેગરો એસેન્ટ કારમાં વિદેશી દારૂની ભરી પસાર થતા હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરતા વિદેશી દારૂ ભરેલી એસેન્ટ કાર બુટલેગરે સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં હંકારી મુકતા તેનો પીછો કરી કારને કોર્ડન કરી લઇ કાર ચાલક બુટલેગર ભાવેશ રામા સલાટ (રહે,સર્વોદય નગર) અને વિશાલ રણજીત ચૌહાણ (રહે,ખલીકપુર)ને દબોચી લઇ કાર માંથી આલ્કોહોલિક બિયર ટીન નંગ-36 કીં.રૂ.4320 તેમજ કાર મળી કુલ રૂ.1.04 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરોને જેલ હવાલે કરી કારમાં બિયર ટીન ભરી આપનાર ચીંચલો પારઘી નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા









