યાત્રાધામ અંબાજી માં જગદંબાના મંદિરને સુવર્ણમય બનાવવા માટે શ્રધ્ધાળુઓ દ્વારા દાનનો અવિરત પ્રવાહ ચાલુ


22 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
યાત્રાધામ અંબાજી મંદિરને હાલ સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે એક શ્રદ્ધાળુ દ્વારા ગઈકાલે રૂપિયા 62 લાખની કિંમતનું એક કીલો સોનુ દાન મા આપવામાં આવ્યું હતું ને આજે ફરી બરોડા ના એક શ્રદ્ધાળુ દ્વારા 11 લાખનો ચેક મંદિર ટ્રસ્ટ ને સુવર્ણમય કામગીરી માટે અર્પણ કરાયો છે આ સાથે એક માઈ ભક્ત દ્વારા 11 તોલા જેટલા સોનાના વિવિધ દાગીના મંદિર ટ્રસ્ટ ને દાન ભેટમાં પણ કર્યા હતા.અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને બે દિવસમાં રૂપિયા 79.25 લાખનું સોનાના ઘરેણા નું પ્રાપ્ત થયું છે આમ બે દિવસમાં અનુદાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે પ્રાપ્ત થયું હતું અંબાજી મંદિરના મુખ્ય શિખરને સોનેથી મઢવાની કામગીરી પ્રથમ ફેજની પુર્ણ કરવામાં આવી છે ત્યારે બીજા ફેજ માં મંદિરના વધુ નાના મોટા પાંચ સુવર્ણ શિખર બનાવવાની કામગીરી હાથ ધરવામા આવશે જેના માટે શ્રદ્ધાળુ દ્વારા ખુલ્લા હાથે અવીરત પણે દાન નો ધોધ વહેવડાવી રહ્યા છે.મહેન્દ્ર અગ્રવાલે અંબાજીથી માહિતી આપતાં જણાવ્યું હતું.









