
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લાનાં ગણદેવી ગામે બે દિવસ અઘાઉ 14 વર્ષીય યુવતીનું અપહરણ થયું હતું જેથી સગીરાના પરિવારજનો આજુબાજુ વિસ્તારો સહિત સંબંધીઓને ત્યાં તપાસ કરતા મળી ન હતી આ દરમિયાન અપહરણ કર્તાઓ એના પિતા પાસેથી એક કરોડની ખંડણી માંગી હતી.નવસારી પોલીસની ટીમે માત્ર 48 કલાકમાં દિલ્લી લખનૌ રોડ પરથી સહી સલામત અપહૃત યુવતીને હેમખેમ અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવી લઈ આરોપીઓને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ગણદેવી ગામની 14 વર્ષીય યુવતીનું સમીર પઠાણ નામનો યુવક અપહરણ કરી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી આ દરમિયાન અપહરણકારો યુવતીના પિતાને વોટ્સઅપ ફોન કરી રૂપિયા એક કરોડની માંગણી કરી હતી જેથી સગીરા ના પિતા એ નવસારી જિલ્લા પોલીસને ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના અંગેની તપાસ એલ.સી.બી ની ટીમે અલગ અલગ ત્રણ ટિમો બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા માત્ર 48 કલાક માંજ અપહારણકારો કઈક અપઘટિત ઘટનાને અંજામ આપે તે પહેલા ઝડપી લીધા હતા સગીરાને સહી સલામત અપહારણકારો ની ચુંગાલમાંથી છોડાવી લઈ આરોપી સમીર ખાન પઠાણ, અભિષેક ચૌધરી અને પ્રદીપ ચૌધરી નામના ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા





