
10-નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- દેશભરમાં રોશનીનો તહેવાર દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. કોઇ શોપિંગ કરી રહ્યું છે તો કેટલાક તેમના ઘરને સજાવવામાં વ્યસ્ત છે. દિવાળીના શુભ અવસર પર રંગોળી બનાવવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે. ત્યારે ધન્વન્તરિ આરોગ્ય રથ અને શ્રમ આરોગ્ય એમ્બ્યુલન્સ emri green health services દ્વારા કચ્છ સ્ટાફ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મેસેજ રંગોળી બનાવીને સામાજિક જવાબદારી અંગે વાકેફ કર્યા હતા. આ રંગોળીમાં ‘સ્વસ્થ અને તંદુરસ્ત જીવન’ તેમજ બીમારીથી બચવાનો મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.કચ્છ ના સ્ટાફ દ્વારા રંગોળી તૈયાર કરીને આ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]