
9 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તા-6 નવેમ્બર ૨૦૨૩ ના રોજ જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૩ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મહેસાણા ખાતે યોજાયો હતો. જેમાં આદર્શ વિદ્યાલય, વિસનગરની વિદ્યાર્થીની દિયા પરેશભાઈ ચૌધરીએ બાળકવિ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી આદર્શ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું હતું.આમ જિલ્લા કક્ષાએ શાળાનું ગૌરવ વધારવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]





