તા.૮/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
૧૨ નવેમ્બર સુધી આતશબાજી, રંગોળી સ્પર્ધા ઉપરાંત એન્ટ્રી ગેઇટ, સેલ્ફી પોઈન્ટ અને થીમ બેઇઝડ લાઈટીંગ ડેકોરેશન આકર્ષણના કેન્દ્રો બની રહેશે
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી નિમિત્તે દિવાળી ઉત્સવ દરમિયાન આતશબાજી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી ઉત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન સાંસદશ્રી રામભાઈ મોકરીયાના હસ્તે તા. ૦૮ નવેમ્બરને બુધવારે સાંજે ૦૬-૩૦ કલાકે કિશાનપરા ચોક ખાતે બાલભવન પાસે કરવામાં આવ્યુ હતુ.
ધનતેરસના દિવસે તા. ૧૦ નવેમ્બરને શુક્રવારે સાંજે ૦૭-૦૦ કલાકે રેસકોર્ષ મેદાનમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આકાશમાં અવનવા અને રંગબેરંગી ફટાકડા પ્રજ્વલ્લિત કરીને ભવ્ય આતશબાજી કરાશે. મેયરશ્રી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને આયોજીત આ કાર્યક્રમનો આરંભ અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવશે.
વધુમાં, તા. ૧૧ નવેમ્બરને શનિવારે રેસકોર્ષ રીંગ રોડ પર રંગોળી સ્પર્ધા યોજાશે. સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને સ્પર્ધકોને આશ્વાસન પુરસ્કાર અપાશે. તેમજ સમગ્ર આયોજન દરમિયાન વિશાળ અને એન્ટ્રી ગેઇટ, સેલ્ફી પોઈન્ટ અને થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન આકર્ષણના કેન્દ્રો બની રહેશે.
આ કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી, શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, મહાનગરપાલિકા કમિશનરશ્રી આનંદ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, બિનાબેન આચાર્ય, મુકેશભાઈ દોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, તેમ રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.








