AHAVADANGGUJARAT

વઘઈથી આહવા તરફ જતા માર્ગ પર કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અક્સ્માત સર્જાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સ્વિફ્ટ કાર રજી. નં.GJ -05- RF-8686 વઘઈ થી આહવા તરફ જતા માર્ગ પરથી પસાર થઈ રહી હતી.તે વેળાએ મોટરસાઇકલ રજી. નં .GJ-30 -E -3358 આહવા તરફ થી વઘઇ તરફ જઈ રહી હતી.ત્યારે સ્વીફ્ટ કાર અને બાઈક સામસામે અથડાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર બે ઈસમો પૈકી એકને  પગના ભાગે ઇજાઓ પહોંચી હતી અને  બાઈક પર સવાર અન્ય ઈસમને શરીરે ઓછી – વધતી ઇજાઓ પહોંચી હતી.જે બાદ બાઇકસવારોને તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..

[wptube id="1252022"]
Back to top button