સા.કુંડલા ડીવીઝનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ વતી એક પોલીસ કર્મચારીને તેઓનો પરીવાર દિવાળીનો તહેવાર આનંદ પ્રમોદથી ઉજવી શકે તે માટે ઉમદા કામગીરી કરતી અમરેલી જિલ્લા પોલીસ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શ્રી પ્રતાપભાઇ ધનજીભાઇ પરમાર, અના, હેડ કોન્સ, નાઓનું ગઇ તા.૨૬/૦૫/૨૦૨૨ ના રોજ વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતા ત્યારથી કોમામાં છે. અને હાલ પણ પથારીવશ છે. અને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવતો હોય જેથી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ નાઓના ધ્યાને આવતા શ્રી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સા.કુંડલા ડિવીઝનના એચ.બી.વોરા નાઓને દિવાળી અંગે કાર્યવાહી કરવા જણાવતા સા.કુંડલા ડિવીઝનના પો.ઇન્સ.શ્રી એસ.એમ.સોની સા.કુંડલા ટાઉન પો.સ્ટે, પો.ઇન્સ.શ્રી પી.એલ.ચૌધરી સા.કુંડલા રૂરલ પો.સ્ટે., પો.ઇન્સ.શ્રી એમ.એ.દેસાઇ ધારી પો.સ્ટે., પો.ઇન્સ.શ્રી સી.એસ.કુગસીયા રાજુલા પો.સ્ટે., પો.ઇન્સ.શ્રી જે.જે.ચૌધરી જાફરાબાદ ટાઉન પો.સ્ટે., પો.ઇન્સ.શ્રી જે.એમ.કૈલા જાફરાબાદ મરીન પો.સ્ટે., તથા પોલીસ સબ ઇન્સ.શ્રી વાય.પી.ગોહિલ વંડા પો.સ્ટે, પોલીસ સબ ઇન્સ.શ્રી પી.ડી.ગોહિલ, ચલાલા પો.સ્ટે., પોલીસ સબ ઇન્સ.શ્રી કે.ડી.હડીયા ખાંભા પો.સ્ટે., પોલીસ સબ ઇન્સ.શ્રી પી.વી.પલાસ નાગેશ્રી પો.સ્ટે., પોલીસ સબ ઇન્સ.શ્રી આર.જી.ચૌહાણ ડુંગર પો.સ્ટે. પોલીસ સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા પીપાવાવ મરીન પો.સ્ટે. ના અધિકારી/કર્મચારીઓએ દિવાળી ગીફટ સ્વરૂપે કુલ રૂ.૧,૬૫,૫૦૦/- (એક લાખ પાંસઠ હજાર પાંચસો) રૂપીયા એકત્રીત કરી ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીના પરીવારને દિવાળી ગીફટ આપવામાં આવેલ.તેમજ આજરોજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ દ્વારા શ્રી પ્રતાપભાઇ ધનજીભાઇપરમારનાઓના ઘરે જઇને શુભેચ્છા મુલાકાત લીઘી અને દિવાળીની શુભેચ્છા પાઠવી અને મીઠાઇ આપેલ અને ભવિષ્યમાં કોઇ જરૂરત પડે તો જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબે આશ્વાસન આપેલ. આ તબક્કે તેમના પત્ની ભાગુબેન તથા તેમની દિકરી તેજસ્વીબેન તથા તેમનો દિકરો સુધીર તેમજ અન્ય પરીવારજનો હાજર રહેલ.તેમજ આ પ્રસંગે સા.કુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા તથા સી.પી.આઇ.શ્રી સી.એસ.કુગસીયા તથા નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી.પલાસ હાજર રહેલ હતા.
[wptube id="1252022"]