GUJARATIDARSABARKANTHA

વડાલીના હિંમતપુર ખાતે સફાઇ ઝુંબેશ યોજાઇ

વડાલીના હિંમતપુર ખાતે સફાઇ ઝુંબેશ યોજાઇ
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકાના હિંમતપુર ખાતે શાળા તેમજ પંચાયત વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં વધુને વધુ લોકો સફાઈ ઝુબેશમાં જોડાઈને મોટું યોગદાન આપી આ અભિયાનને સફળ બનાવી રહ્યા છે. આ સાથે જિલ્લામાં બે મહિના દરમિયાન શહેર તથા ગ્રામ્ય સ્થળે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.સફાઇ ઝુંબેશ અંતર્ગત વડાલી તાલુકાના હિંમતપુર ખાતે શાળામાં યોજાયેલી સફાઇ ઝુંબેશમાં વર્ગખંડ, તેમજ બગીચા વિસ્તારમાં સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સાથે પંચાયત વિસ્તારમાં પડેલા કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button